Home News Update Nation Update MCD સ્કુલની શિક્ષિકાની નિર્દયતા…બાળકીને પહેલા ફટકારી બાદમા પહેલા માળેથી ફેકી દીધી…

MCD સ્કુલની શિક્ષિકાની નિર્દયતા…બાળકીને પહેલા ફટકારી બાદમા પહેલા માળેથી ફેકી દીધી…

0
  • આરોપી શિક્ષિકાને પોલીસે કસ્ટડીમાં લીધી છે

દિલ્હીમાં પ્રાથમિક શાળાની બે મહિલા શિક્ષિકાની નિર્દયતા સામે આવી છે. MCD સ્કૂલની બે મહિલા શિક્ષિકાઓના આંતરીક ઝઘડામાં ધોરણ 5ની એક છોકરીને પેપર કટર વડે માર મારી અને બાદમાં તેને પહેલા માળેથી ફેંકી દીધી હતી. આ ધટનામાં બાળકીને માથામાં ઈજા થઈ હતી. હાલ આ બાળકીની સારવાર હિન્દુ રાવ હોસ્પિટલમાં ચાલી રહી છે. DBG રોડ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે શિક્ષક દ્વારા એક છોકરીને પહેલા માળેથી ફેંકી દેવામાં આવી છે. આ માહિતી બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ખબર પડી કે ફિલ્મીસ્તાનની મોડલ બસ્તી પ્રાથમિક શાળાના ધોરણ 5ની એક વિદ્યાર્થીનીને ગીતા દેશવાલ નામની શિક્ષિકાએ પહેલા માળેથી ફેંકી દીધી હતી. બાળકીને ફેકતા પહેલા શિક્ષિકાએ તેને માર પણ માર્યો હતો.

બાળકીને હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બાળકીને માથામાં ઈજા થઈ છે ડોક્ટરોએ જણાવ્યું કે તેની હાલત ખતરાની બહાર છે. આરોપી શિક્ષિકાને પોલીસે કસ્ટડીમાં લીધી છે. સાક્ષીઓના નિવેદનના આધારે શિક્ષક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

વિદ્યાર્થીનીએ શું કહ્યું?

પીડિત છોકરીએ હોસ્પિટલમાં જણાવ્યું કે ટીચરે પહેલા તેને કાતર મારી. તેની સાથેની છોકરીએ વધુ રડતાં કહ્યું કે શિક્ષિકાએ તેના વાળ પણ કાપી નાખ્યા હતા. આ અંગે જયારે પીડિતાને પૂછવામાં આવ્યું કે શું તને પણ છત પરથી ફેંકવામાં આવી હતી અને તેણે રડતાં રડતાં હા પાડી હતી. પીડિતાએ જણાવ્યું કે ક્લાસમાં કોઈ ગુંડાગીરી થઈ નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version