- વાઘને લાવવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે
- માધવ નેશનલ પાર્કને ટાઈગર રિઝર્વ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર
મધ્યપ્રદેશના શિવપૂરીનો માધવ નેશનલ પાર્ક ટૂંક સમયમાં રાજ્યનો સાતમો ટાઈગર રિઝર્વ કહેવાશે. તેના માટે વન વિભાગની ટીમે પ્રસ્તાવ પણ તૈયાર કરી લીધો છે. આ પ્રસ્તાવને રાજ્યની વાઈલ્ડ લાઈફ બોર્ડની આગામી બેઠકમાં મંજૂરી અપાવવા માટે રજૂ કરવામાં આવશે. બીજી તરફ માધવ નેશનલ પાર્કમાં 3 વાઘ પણ લાવવામાં આવશે. આ 3 વાઘોમાં 2 માદા અને 1 નર હશે.
બાંધવગઢમાંથી એક નર વાઘ અને ભોપાલથી એક વાઘણને અહીં લાવવા માટે ચિન્હિત કરી લાધી છે. પન્નામાં એક વાઘણની શોધ ચાલી રહી છે. વન વિભાગે આ વાઘોને લાવવાની ડેડલાઈન 15 જાન્યુઆરી નક્કી કરી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ માધવ નેશનલ પાર્કમાં 5 વાઘ લાવવાની મંજૂરી આપી દીધી છે. આ વાઘને બે તબક્કામાં લાવવામાં આવશે.

354 વર્ગ કિમીમાં ફેલાયેલો છે પાર્ક
હાલમાં માધવ નેશનલ પાર્ક 354 વર્ગ કિમીમાં ફેલાયેલો છે. આ પાર્ક શિવપૂરીની ઉત્તરી સીમાથી નરવાર સુધી છે. આ પાર્કની સ્થાપના 1956માં થઈ હતી. આ પાર્કની અંદર મઢિંખેડા ડેમ પણ છે. સ્થાપના સમયે તેનું ક્ષેત્રફળ 167 કિમી હતું. પરંતુ બાદમાં કેટલાક વર્ષોમાં પાર્કના ઉત્તરમાં હાજર હતૌડ ગામને ખાલી કરાવવામાં આવ્યુ હતું ત્યારબાદ તેમાં નરવર ક્ષેત્રના જંગલોને પણ જોડવામાં આવ્યા.
ટાઈગર રિઝર્વ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર
પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર વાઈલ્ડલાઇફ જસબીર સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, માધવ નેશનલ પાર્કને ટાઈગર રિઝર્વ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે. તેને રાજ્ય વન્યજીવ બોર્ડની આગામી બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવશે. રાજ્ય વન્યજીવ બોર્ડની મંજૂરી બાદ તેને મંજૂરી માટે સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડને પણ મોકલવામાં આવશે. વાઘને લાવવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.