Published by : Rana Kajal
હાલમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાનાં ચાંદલા ગામ ખાતે કન્યા વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. આ વિવાહ કાર્યક્રમમાં 296 યુગલોના લગ્ન થયા હતા. પરંતુ આ વિવાહના કાર્યક્રમમાં અપાતી મેક અપ કીટના પગલે એમપીની શિવરાજ સરકાર વિવાદમાં ઘેરાઈ ગઇ હતી. વિવાદ ઉભો થવાનું મુખ્ય કારણ એ હતું કે સરકાર દ્વારા અપાયેલ મેકઅપ કીટમાં ગર્ભ નિરોધક ગોળીઓ અને કોન્ડોમના પેકેટ્સ પણ મુકવામાં આવ્યાં હતાં. જૉકે આ બાબતે વિવાદ ઊભો થતાં પ્રભારી CEO ભૂર સિંહ રાવતે બચાવ કરતા જણાવ્યું હતું કે આ કદાચ સ્વાસ્થ્ય વિભાગનું કામ હોય શકે છે. જેનો આશય કુટુંબ નિયોજન જાગરૂકતા નો હોય શકે છે…