Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy GujaratMSU માં વીસી અને સિન્ડિકેટ સભ્યો આમને સામને…

MSU માં વીસી અને સિન્ડિકેટ સભ્યો આમને સામને…

Published by : Anu Shukla

એમએસ યુનિવર્સિટીના ઇતિહાસમાં આજે પહેલી વખતના વિરોધમાં તમામે તમામ 18 સિન્ડિકેટ સભ્યોએ સિન્ડિકેટની બેઠકનો બહિષ્કાર કરીને વોક આઉટ કર્યો હતો.

યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહના આયોજનમાં થઈ રહેલા વિલંબ અને વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં થઈ રહેલા વિલંબના કારણે સિન્ડિકેટ સભ્યો આજે તડાફાડીના મૂડમાં હતા. સિન્ડિકેટ સભ્યોએ બેઠક શરૂ થતાં પહેલાજ કહ્યું હતું કે આજે બેઠક શરૂ થતાની સાથે પહેલા પદવીદાન સમારોહની તારીખ નક્કી કરવામાં આવશે અને એ પછી આગળની દરખાસ્તો પર ચર્ચા થશે.

બપોરના 2:00 વાગ્યે સિન્ડિકેટની બેઠક શરૂ થવાની હતી. પરંતુ સિન્ડિકેટ સભ્યોના આક્રોશની ગંધ વીસી પ્રોફેસર શ્રીવાસ્તવને આવી ગઈ હતી જેના પગલે તેઓ બેઠકમાં અડધો કલાક સુધી આવ્યા જ ન હતા. અડધો કલાક સુધી સિન્ડિકેટની બેઠક શરૂ થઈ શકી ન હતી અને વાઇસ ચાન્સેલરના વિલંબના કારણે રોષે ભરાયેલા સિન્ડિકેટ સભ્યોએ બેઠક છોડીને રવાના થઈ ગયા હતા.

સિન્ડિકેટની બેઠક નહીં મળી હોવાના કારણે મુખ્યમંત્રીની હાજરીમાં 25 ફેબ્રુઆરીએ યોજાનારા ક્લાઈમેટ ચેન્જ અંગેની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું બજેટ પણ મંજુર થઈ શક્યું નથી. બહાર નીકળીને સિન્ડિકેટ સભ્યોએ જણાવ્યું હતું કે અમારી મુખ્ય બે માંગો હતી. એક તો પદવીદાન સમારોહની તારીખ નક્કી કરવામાં આવે અને બીજું કે સિન્ડિકેટનો એજન્ડા પાંચ દિવસ પહેલા મોકલવામાં આવે. ગઈકાલે પણ રાત્રે 8:30 વાગે સિન્ડિકેટનો એજન્ડા મોકલવામાં આવ્યો હતો. આટલા મોડો એજન્ડા મળવાના કારણે સભ્યો તેનો ઢંગથી અભ્યાસ પણ નથી કરી શકતા અને અમારી આ ફરિયાદ અગાઉ પણ રહેલી છે આ બે માગણીઓ મંજૂર નહીં થાય ત્યાં સુધી અમે સિન્ડિકેટ ચલાવવા દેવાના નથી. સભ્યોએ કહ્યું હતું કે માર્કશીટ નહીં મળવાની ફરિયાદ વિદ્યાર્થીઓ પણ અગાઉ કરી ચૂક્યા છે. વીસીએ કેબિનની બહાર નીકળીને યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે તે જોવાની જરૂર છે.

ઇનપુટ : જિતેંન્દ્ર રાજપુત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!