- ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા જાગૃતતા કાર્યક્રમ માતરિયા તળાવ ખાતે યોજાયો
- ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે લોકોને પ્લાસ્ટિક નહિ પણ જયુટ બેગ કે કાપડનો થેલો લઈને જ બજારમાં જવા કર્યો અનુરોધ
- શહેરીજનો સૂકો-ભીનો-કાર્બનિક કચરાનું વિભાજન અને નિકાલ અલગ-અલગ કચરાપેટીમાં નિયમિત કરે : કલેકટર
- GAIL India એ 3 જોડી 80 કચરાપેટી અને 300 જ્યૂટ બેગ અપાઈ
My Livable Bharuch અંતર્ગત જિલ્લમાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેર બનાવવા જાગૃતતા કાર્યક્રમ માતરિયા તળાવ ખાતે યોજાયો હતો. હવે ભરૂચ શહેરના શાકમાર્કેટ અને બજારોમાં ઠેર ઠેર થેલા બેંક મુકવામાં આવશે.
કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાને પ્લાસ્ટિક મુકત બનાવવા તથા પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બંધ કરે તે માટે જ્યુટ બેગ આપવાની અનોખી પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરીજનોમાં સ્વચ્છતા જાળવણી માટે આ જિલ્લાની અનોખી પહેલ હાથ ધરાઇ છે.

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના શહેરીજનો સૂકો-ભીનો-કાર્બનિક કચરાનું વિભાજન અને નિકાલ અલગ-અલગ કચરાપેટીમાં નિયમિત કરે પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ સદંતર બંધ કરે અને શહેરીજનોમાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેરની બહોળી જાગૃતતા ફેલાય એવા હેતુસર આજના આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમયસર ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની નગરપાલિકાની શરૂઆતને પણ કલેકટરે આવકારી હતી. આ ઉપરાંત KGM સ્કૂલના છાત્રોએ સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુક્તિની જાગૃતી બાબતે નુક્કડ નાટક કર્યું હતું. માય લિવેબલ ભરૂચ CSR પહેલ અંતર્ગત આમોદ GAIL India Limited દ્રારા કુલ 80 નંગ 3 જોડી કચરાપેટી અને 300 જ્યુટ બેગ આપવામાં આવી હતી.

કાર્યકમમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, ગેઈલ ઈન્ડિયાના એસ કે મુશલગાંવકર, કે જી એમ સકૂલના પ્રિન્સીપાલ સહિત છાત્રો તથા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે પ્લાસ્ટિકની થેલીનો વપરાશ કરનાર તેમજ ભીનો, સૂકો કે કાર્બનિક કચરો ગમે ત્યાં ફેંકનાર સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.