Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchNarmada River Love Story…

Narmada River Love Story…

  • પ્રેમની દર્દભરી અધૂરી કહાની, એટલે જ નર્મદા નદી કહેવાય કુંવારી
  • પ્રેમભગ્ન થઈ નર્મદા નદી ઊલટી દિશામાં વહેવા લાગી
  • સોનભદ્ર સાથે પ્રેમભગ્ન થતા જીવનભર કુંવારી રહેવાની પ્રતિજ્ઞા લઈ નર્મદા વિરુદ્ધ દિશામાં ચાલી નીકળી
  • નર્મદા નદીની ઉત્પત્તિ કરતાં પણ તેની નદી બનવાની દંતકથા

માઘ સુદ સાતમ શનિવારે નર્મદા જ્યંતી છે ત્યારે દેશની અન્ય નદીઓથી નર્મદા નદી ઉલટી દિશામાં કેમ વહે છે તે પાછળ પણ પુરાણોમાં સોનભદ્ર સાથે નર્મદાની પ્રેમભગ્નની ગાથા વર્ણવાયેલી છે.

નર્મદાના જન્મની કથા ખૂબ જ રસપ્રદ છે અને તેનાથી પણ વધુ રસપ્રદ તેની નદી બનવાની વાર્તા છે. દંતકથા છે કે તેનો જન્મ ભગવાન શિવના પરસેવાથી 12 વર્ષની છોકરીના રૂપમાં થયો હતો. પછી જિંદગીએ એવો વળાંક લીધો કે પ્રેમમાં છેતરાઈ અને તે ઉલટી દિશામાં વહેવા લાગી.

નર્મદા નદી વિશે કહેવાય છે કે, તે રાજા મૈખલની પુત્રી હતી. નર્મદા લગ્ન માટે લાયક થતા ત્યારે મૈખલ રાજાએ તેના લગ્નની જાહેરાત કરી હતી. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિ ગુલબાકાવલીનું ફૂલ લાવશે, રાજકુમારીના લગ્ન તેની સાથે કરવામાં આવશે. આ પછી ઘણા રાજકુમારો આવ્યા પરંતુ કોઈ પણ રાજાની શરત પૂરી કરી શક્યું નહીં. ત્યારે જ રાજકુમાર સોનભદ્ર આવ્યા અને રાજાની ગુલબાકાવલી ફૂલની શરત પૂરી કરી. આ પછી નર્મદા અને સોનભદ્રના લગ્ન નક્કી થયા.

તેથી જ કુંવારી રહેવાની પ્રતિજ્ઞા લીધી

જ્યારે રાજા મૈખલે રાજકુમારી નર્મદા અને રાજકુમાર સોનભદ્રના લગ્ન નક્કી કર્યા, ત્યારે રાજકુમારીએ તેમને ઓછામાં ઓછું એકવાર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. આ માટે તેણે તેની મિત્ર જુહિલાને તેનો સંદેશો સાથે રાજકુમાર પાસે મોકલ્યો. પણ ઘણો સમય વીતી ગયો અને જુહિલા પાછી ના આવી. આ પછી રાજકુમારીને ચિંતા થવા લાગી અને તે તેની શોધમાં લાગી. પછી તે સોનભદ્ર પહોંચી અને ત્યાં જુહિલાને તેની સાથે જોઈ. આ જોઈને નર્મદાને ખૂબ ગુસ્સો આવ્યો. આ પછી જ તેણીએ જીવનભર કુંવારી રહેવાની પ્રતિજ્ઞા લીધી અને વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. કહેવાય છે કે ત્યારથી નર્મદા અરબી સમુદ્રમાં ભળી ગઈ. અન્ય નદીઓની વાત કરીએ તો બધી નદીઓ બંગાળની ખાડીમાં મળે છે.

નર્મદા નદીના પ્રેમની અન્ય એક વાર્તા

નર્મદાના પ્રેમની બીજી એક વાર્તા જાણવા મળે છે કે, સોનભદ્ર અને નર્મદા અમરકંટકની પહાડીઓમાં સાથે મોટા થયા હતા. કિશોરાવસ્થામાં બંને વચ્ચે પ્રેમનું બીજ ખીલ્યું. ત્યારબાદ સોનભદ્રના જીવનમાં જુહિલા આવી અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. જ્યારે નર્મદાને આ વાતની ખબર પડી ત્યારે તેણે સોનભદ્રને ખૂબ સમજાવ્યો પણ તે રાજી ન થયો. અંતે નર્મદા ગુસ્સે થઈને વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી અને જીવનભર કુંવારી રહેવાની પ્રતિજ્ઞા લીધી.

ભારતની બીજી નદીઓ કરતા વિપરીત દિશામાં કેમ વહે છે નર્મદા

નર્મદા નદીના વિપરીત પ્રવાહનું ભૌગોલિક કારણ રિફ્ટ વેલી છે. રિફ્ટ વેલીનો ઢોળાવ વિરુદ્ધ દિશામાં છે. આ કારણે નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને તે અરબી સમુદ્રમાં મળે છે. અન્ય તમામ નદીઓથી વિપરીત નર્મદા નદીના ઉલટા વહેણ પાછળ પણ પુરાણોમાં ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે.

ભૌગોલિક સ્થાન પર પણ નજર કરીએ તો ખબર પડે છે કે નર્મદા નદી સોનભદ્ર નદીથી એક ચોક્કસ બિંદુએ અલગ થાય છે. આજે પણ આ નદી અન્ય નદીઓથી વિરુદ્ધ દિશામાં વહે છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી.

નર્મદા નદી તેના મૂળથી 1,312 કિમી સુધી પશ્ચિમ તરફ આગળ વધે છે અને ખંભાતના અખાત, અરબી સમુદ્રને મળે છે. અન્ય નદીઓ બંગાળની ખાડીમાં ભળે છે. સમુદ્રમાં જોડાતા પહેલા નર્મદા નદી 1312 કિલોમીટર લાંબા માર્ગે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રદેશમાંથી 95,726 ચોરસ કિલોમીટરનું પાણી વહન કરે છે. તેની ઉપનદીઓ 41 છે. જેમાં 22 નદીઓ ડાબા કિનારે અને 19 નદીઓ જમણા કિનારે મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!