Home News Update Nation Update NEET PGની પરીક્ષાનું પરિણામ માત્ર 9 દિવસમાં જ જાહેર…

NEET PGની પરીક્ષાનું પરિણામ માત્ર 9 દિવસમાં જ જાહેર…

0

Published by : Vanshika Gor

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું પરિણામ 9 દિવસમાં જ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા NEET PG પરીક્ષા 2023માં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.

આ પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જઈને જોઈ શકાશે. જે વિદ્યાર્થીઓ NEET PG 2023ની પરીક્ષામાં ક્વોલિફાય થશે તેઓ MD,MS,PG ડિપ્લોમા અને પોસ્ટ MBBS DNB કોર્સમાં સીધો પ્રવેશ મેળવવા માટે પાત્ર બનશે. દેશભરમાં NEET PG પરીક્ષા 5 માર્ચ 2023ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે લગભગ 2 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ NEET-PGની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.

આરોગ્ય મંત્રીએ માહિતી આપી હતી

NEET PG પરિણામ જાહેર થવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી છે. તેમણે પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. એમ પણ લખ્યું છે કે, NBEMS એ ફરીથી સફળતાપૂર્વક NEET-PG પરીક્ષા યોજીને અને રેકોર્ડ સમયમાં પરિણામ જાહેર કરીને એક ઉમદા કામ કર્યું છે. હું તેના પ્રયત્નોની પ્રશંસા કરું છું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version