Published by : Rana Kajal
- ગુજરાત સહીત 9 રાજ્યોમાં દરોડા…
NIA નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા ગુજરાત રાજ્ય સહીત 9 રાજ્યોમાં 324 સ્થળોએ દરોડા પાડયા હતા. NIA દ્વારા કરવામા આવેલ આ કાર્યવાહીને ઓપરેશન ધ્વસ્ત તરીકે ઓળખવામાં આવે છે. આ ઓપરેશન દ્વારા આતંકવાદ અને ડ્રગ માફિયાની કડીઓ તોડવાનો પ્રયાસ કરવામા આવ્યો છે.9 રાજયો કે જેમાં ગુજરાત, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરા ખંડ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં 324 સ્થળોએ દરોડા પાડયા હતા.આ દરોડામાં હથિયારો, દારૂગોળા, સહીત રૂ. 39 લાખની વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી. ઓપરેશનમાં સૌથી સઘન અને મોટી કાયૅવાહી પંજાબમાં કરવામા આવી હતી. ઓપરેશન ધ્વસ્ત દ્વારા આતંકવાદીઓને અપાતા હથિયાર અને નાણાકીય ફંડ અંગે પણ સઘન તપાસ કરવામા આવી હતી.