Home News Update Nation Update OTT પ્લેટફોર્મ પર ફેલાવાતી અશ્લીલતા નહિ ચાલે અનુરાગ ઠાકુરે આપી ચેતવણી…

OTT પ્લેટફોર્મ પર ફેલાવાતી અશ્લીલતા નહિ ચાલે અનુરાગ ઠાકુરે આપી ચેતવણી…

0

Published by : Vanshika Gor

કેન્દ્ર સરકાર OTT પ્લેટફોર્મ પર પ્રસારિત અશ્લીલ કન્ટેન્ટ સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદ પર કડક વલણ અપનાવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ક્રિએટિવિટીના નામે અશ્લીલતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. આ ચલણને રોકવા માટે સરકાર કડક પગલાં લેતા જરાય અચકાશે નહીં.

શું કહ્યું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે?

એક પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થતા કન્ટેન્ટમાં અશ્લીલતા અને અભદ્ર ભાષાના ઉપયોગ સાથે સંબંધિત ફરિયાદો પર ગંભીરતાથી વિચાર કર્યો છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મને અશ્લીલતા માટે નહીં પણ ક્રિએટિવિટી માટે સ્વતંત્રતા આપવામાં આવી છે. જ્યારે કોઇ હદ વટાવે છે ત્યારે ક્રિએટિવિટીના નામે અપશબ્દો બોલવા કે અભદ્રતા કરવી ક્યારેય સ્વીકારી નહીં લેવાય.

સરકારે ઉચ્ચારી ચેતવણી

તેમણે કહ્યું કે જો નિયમોમાં ફેરફાર કરવાની જરૂર પડશે તો માહિતી તથા પ્રસારણ મંત્રાલય આ મામલે કાર્યવાહી કરવામાં જરાય ખચકાશે નહીં. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં OTT પ્લેટફોર્મ પર અનેક પ્રકારની વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મ્સ જોવા મળી રહી છે, જેમાં વાંધાજનક કન્ટેન્ટ આપવામાં આવી રહ્યા છે. આ અંગે સરકાર સુધી અનેક પ્રકારની ફરિયાદો પહોંચી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version