Published by : Vanshika Gor
ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ 87 વર્ષની ઉંમરે પોતાના અભિનયના જુસ્સાથી બધાને ચોંકાવી દીધા છે. ધર્મેન્દ્ર ઝી 5ની ઓરિજીનલ સિરિઝ ‘તાજ ડિવાઈડેડ બાય બ્લડ’માં સૂફી સંત સલીમ ચિશ્તીના પાત્રમાં જોવા મળશે. તેમણે આ સીરિઝમાંથી પોતાનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. સૂફી સંતના રોલમાં ધર્મેન્દ્રને ઓળખવા ખરેખર મુશ્કેલ છે.
નસીરુદ્દીન શાહ અકબરની ભૂમિકામાં મુઘલ સામ્રાજ્યની આંતરિક બાબતો અને તાજ અને તખ્ત વચ્ચેના ઝઘડાની આસપાસ બનેલી આ શ્રેણીમાં ધર્મેન્દ્ર એક નાનું પણ મહત્ત્વનું પાત્ર ભજવવાના છે. સિરીઝમાં નસીરુદ્દીન શાહ મુઘલ બાદશાહ અકબરનું પાત્ર ભજવશે, જે પોતાના અનુગામીની શોધમાં છે. આ સિરીઝ મુઘલ સામ્રાજ્ય દરમિયાન બનેલી સાચી ઘટનાઓ પર આધારિત હશે.
આ સીરીઝ કોન્ટિલોઈ ડિજિટલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને તે OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થશે.લેજન્ડ્રી એક્ટર ધર્મેન્દ્ર 87 વર્ષની વયે પણ વેબ સિરીઝની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છે. ત્યારે તેમની આ સિરીઝનો તેનો ફર્સ્ટ લુક સામે આવતા ફેન્સ ખુશ થઈ ગયા છે