- કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…
તા 22સપ્ટેમ્બરના ગુરુવારે NIA અને ED દ્વારા ટેરર ફન્ડિંગ અંગે કેરળ રાજ્યમાં સંખ્યાબંધ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા.આ કાયૅવાહી દરમિયાન PFIના અગ્રણીઓના નિવાસ સ્થાને અથવા તો કાર્યાલયો ખાતે વાંધાજનક દસ્તાવેજો મળી આવતાં એજન્સીઓ દ્વારા આ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં હતાં. ત્રાસવાદીઓના ફન્ડ માટેના દસ્તાવેજો પણ મળ્યા હોવાનું જણાયું છે જેથી PFIના રાજ્ય સચિવ એ અબુબક સહીત 22 આગેવાનોની અટક કરવામાં આવી હતી. જેનો વીરોધ કરવા PFI દ્વારા તા 23સપ્ટેમ્બરના રોજ કેરળ બંધનુ એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાન દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.