- મૃતકોના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર PMની જાહેરાત….
- આ અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત જ્યારે 30 લોકો ઘાયલ થયા હતા
ગુજરાતમાં આજે વહેલી સવારે એક ફોરચ્યુનર કાર અને ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસનું ગંભીર અકસ્માત થયુ હતુ. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત પીએમ મોદીએ કરી છે. આ જાણકારી PM મોદીએ ટ્વિટ કરીને આપી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનુ મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી હતી.