- ACનું ટેમ્પરેચર પણ પર્યાવરણ પર કરે છે અસર, ધરતીને સુરક્ષિત કરવી જરૂરી છે: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે એકતાનગર (કેવડિયા) ખાતે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કર્યુ. ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય એવી પ્રથમ ઘટના છે. 1લી નવેમ્બર 21ના રોજ ગ્લાસગો ખાતે COP26માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “પર્યાવરણ માટેની જીવનશૈલી (LiFE)ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે ચલાવવા માટે હાકલ કરવામાં આવી હતી. LiFEનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. આવા લોકો જે આવી જીવનશૈલી જીવે છે, તેમને “પ્રો–પ્લાનેટ પીપલ” કહેવામાં આવે છે. મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યુ કે આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિને પણ સાચવી રહ્યું છે. ભારત ક્લાયમેન્ટ ચેઇન્જ જેવી વૈશ્વિક સમસ્યામાં સૌથી આગળ આવીને કાર્ય કરી રહ્યો છે. જે પ્રકૃતિની રક્ષા કરે છે, પ્રકૃતિ તેમની રક્ષા કરે છે. ભારતે LED બલ્બના માધ્યમથી પ્રદૂષણ ઘટાડયું. ધરતીને સુરક્ષિત કરવું ખૂબ જ જરૂરી છે. ACનું ટેમ્પરેચર પણ પર્યાવરણ પર અસર કરે છે અર્થવવેદ કહે છે, પૃથ્વી આપણી માતા અને આપણે તેમના સંતાન છે દરરોજની જિંદગીમાં ઘણુ બધુ કરી શકાય જેથી પર્યાવરણની રક્ષા કરી શકાય મિશન લાઈફનો મંત્ર લાઈફસ્ટાઈલ ફોર એન્વારમેન્ટ છે. ક્લાઈમેન્ટ ચેન્જ યુનિટી જ સૌથી મોટી તાકાત છે રિન્યુવેબલ એનર્જી બાબતે ભારત લીડરની રીતે આગળ આવ્યું. તેઓએ ઉમેર્યું કે મને ખુશી છે કે મિશન LIFE માટે વિશ્વના દેશો આગળ આવ્યા છે. ક્લાઈમેન્ટ ચેન્જ સામે વિશ્વભરની યુનિટી જરૂરી છે તેમ તેઓએ જણાવ્યુ હતું. PM મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મિશન લાઇફનું લોન્ચિંગ કર્યુ હતું. આ મિશનથી પર્યાવરણની રક્ષા થશે. વિશ્વભરના નેતાઓએ વીડિયો દ્વારા આ મિશન માટેની શુભકામના પાઠવી. કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, વિદેશમંત્રી એસ.જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા.