નવી દિલ્હી
સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશન દ્વારા આજે ટ્વિટ કરવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરના કાર્યક્રમમાં ભારતમાં 5G સેવાઓ શરૂ કરશે.
ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જતા, માનનીય PM મોદી ભારતમાં 5G સેવાઓ શરૂ કરશે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ(IMC) એ એશિયાના સૌથી મોટા ટેક્નોલોજી પ્રદર્શનમાં જણાવ્યું હતું.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) જે એશિયામાં સૌથી મોટી ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ હોવાનો દાવો કરે છે. તે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવેલ છે.