પ્રધાનમંત્રી ગુજરાત ચૂંટણીને લઈને રાજ્યભરમાં કુલ 25 રેલીઓ કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વલસાડ જિલ્લામાં યોજાશે રોડ શો અને ત્યારબાદ થશે જાહેર સભાને સંબોધશે. 7.10 એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણ કોસ્ટ ગાર્ડના એર સ્ટેશન પર ઉતરશે અને ત્યારબાદ દમણ કોસ્ટગાર્ડથી દમણના દાભેલ ગેટ સુધી રોડ શો થશે…ત્યારબાદ ગુજરાત તેમનું સ્વાગત સાથે 600 મીટર જેટલો રોડ શો થશે ….વાપી ના પોષ વિસ્તાર ચલા રોડ પર રોડ શો ની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે….રોડ શો બાદ તેઓ હાઇવેથી જૂજવા ગામે પોહોંચશે અને ત્યાં જાહેર સભા સંબોધશે.રાત્રી રોકાણ વલસાડ ખાતે કરશે જ્યાં તેઓ જુના કાર્યકર્તાઓને અને જો તેઓ હયાત ન હોઈ તો તેમના પરિવારો ને મળશે…કાર્યકર્તાઓની મિટિંગ લેશે અને વહેલી સવારે સોમનાથ ખાતે જવા રવાના થશે.