Published by : Rana Kajal
આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય. ‘મા’ યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે.આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ત્યારે નિ:શુલ્ક સહાયને લઈ પૈસાના ઉઘરાણા કરતી હોસ્પિટલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
એક તરફ સરકાર રાજ્યની જનતાને આરોગ્ય બાબતે સહાય રહે તે માટે કાર્ય કરવામાં આવે છે. ત્યારે આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. આ મામલે 9 જાન્યુઆરીના રોજ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાતા હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી.