Published By : Parul Patel
PMO ના એડિશનલ ડાયરેકટર તરીકેનો બોગસ ઓળખ આપનારની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ તપાસનો આરંભ કર્યો હતો…
જમ્મુ અને કાશ્મીરમાં પોલીસે ગુજરાતના કિરણ પટેલની ધરપકડ કરી હતી. મળતી માહીતી મુજબ
કિરણ પટેલ પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખ આપતો હતો અને તેમ કરી
ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લીધી હતી.
એક હાઈપ્રોફાઈલ કેસમાં ગુજરાતના કિરણ પટેલની ધરપકડ કરી છે. બનાવટી દસ્તાવેજોના આધારે કિરણ પટેલે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે 16 માર્ચ કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. કિરણ પટેલ હોટલ લલિતના રૂમ નંબર 1107માં રહેતો હતો. તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત દૂધપથરી સહિત કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પટેલની સાથે એસડીએમ રેન્કના અધિકારી પણ હતા. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ જગદીશ પટેલના પુત્ર કિરણ પટેલ તરીકે થઈ હતી. વર્ષ 2023ની FIR નંબર 19 નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. વધું તપાસ પોલીસ કરી રહી છે.




