- હાસ્યના રાજા અને વર્ષો સુધી આપણા હૃદય પર રાજ કરનાર કોમેડિયન કિંગ આજે હંમેશા માટે મૌન થઈ ગયા
પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ આજે એઈમ્સમાં હાર્ટ એટેક આવતા જીવનની લડાઈ હારી ગયા. રાજુ શ્રીવાસ્તવ કુલ 42 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા. વચ્ચે, તેમની તબિયતમાં થોડો સુધારો આવ્યો હતો. તે વેન્ટિલેટર પર હતા. રાજુ શ્રીવાસ્તવ માત્ર 58 વર્ષના હતા. રાજુ જિમ કરતો હતા અને ફિટ રહેતો હતા. અહીં જ્યારે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે જીમ કરી રહ્યો હતો. પરંતુ સવાલ એ છે કે તે કયા કારણો છે જેના કારણે રાજુ શ્રીવાસ્તવની હાલત આટલી ગંભીર બની ગઇ.
રાજુ શ્રીવાસ્તવની AIIMSમાં લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. તેઓ ICUમાં વેન્ટિલેટર પર હતા. દિલ્હી AIIMSના મોટા ડોક્ટરો તેને હોશમાં લાવી શક્યા ન હતા. તબીબોના જણાવ્યા અનુસાર તેનું બ્રેઇન ડેડ થઇ ગયું હતું. હાર્ટ એટેક ખતરનાક છે પરંતુ તેને રોકી શકાય છે. આ અંગે ચિતરંજ હોસ્પિટલના ડો.વિમલ કુમાર કહે છે કે હાર્ટ એટેક આવે ત્યારે ‘ગોલ્ડન અવર’ સૌથી મહત્વપૂર્ણ હોય છે. હાર્ટ એટેકના સમયમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જે સમયે હાર્ટ એટેક આવે ત્યારે તરત જ વ્યક્તિએ તાત્કાલિક સારવાર મળી જવી જોઇએ.

AIIMSના ડોક્ટરોએ જણાવ્યું કે જ્યારે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમના મગજમાં લોહીનો પુરવઠો 3 થી 4 મિનિટ માટે અવરોધાયો હતો. જેના કારણે રાજુના મગજમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી અને તે બ્રેઇન ડેમેજ થયું હયું હતું. MRIમાં પુષ્ટિ થઈ હતી કે હાર્ટ એટેકના કારણે તેમને મગજમાં ઈજા થઈ હતી. ડો.વિમલ કહે છે કે બ્રેઇનને રિકવર થવામાં ઘણો સમય લાગે છે. જેના કારણે રાજુ પણ કોમામાં ચાલ્યો ગયો અને આખરે જીવનની લડાઈ હારી ગયો.
જો તમારી પાસે Disprin, Ecosprin અથવા Aspirin હોય, તો તમે દર્દીને આપી શકો છો. આ ટેબલેટ લોહીને પાતળું કરે છે અને તે અમુક અંશે મદદરૂપ સાબિત થાય છે. તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ.