Published by : Anu Shukla
- હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા
- રેપો રેટ 6 .25 ટકાથી વધીને 6.50 ટકા થયો
નાણાકીય વર્ષ 2022-23 માટે આરબીઆઈની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોની આજે જાહેરાત થઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યે MPCની બેઠકના પરિણામો વિશે માહિતી આપી હતી અને તેમાં રેપોરેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે જ હવે રેપોરેટ વધીને 6.25 ટકાથી 6.50 ટકાએ પહોંચી ગયો છે.
RBIના નિર્ણયથી હોમ લોનના EMI પર થશે અસર
કેન્દ્રીય બેંકના આ નિર્ણયથી હોમ લોનની EMIમાં વધારો થશે. રેપો રેટમાં વધારા બાદ હોમ લોન EMI, કાર લોન અને પર્સનલ લોન પણ મોંઘી થશે. મે 2022માં રેપો 4% હતો, જે હવે વધીને 6.5% થઈ ગયો છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે આ નિર્ણયો લેવા જરૂરી હતા.
આ મામલે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ગ્લોબલ ઈકોનોમી અને મોંઘવારીના આંકડામાં થઇ રહેલા ઉતાર-ચઢાવ અર્થતંત્ર પર અસર કરી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે પણ ગ્લોબલ પડકારો હજુ આપણી સામે ઊભા છે અને તે અનુસાર જ નિર્ણયો કરવા પડે છે.
આરબીઆઈના ગવર્નરે કહ્યું કે, નાણાકીય વર્ષ 2023 માટે ભારતના GDPનો અનુમાન 7 ટકા રખાયો હતો. નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારીનો દર 4 ટકાના દાયરાથી ઉપર રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રેપોરેટ વધારવા અંગે યોજાયેલી બેઠકમાં 6 સભ્યોમાંથી 4 સભ્યોએ તેની તરફેણમાં વોટિંગ કર્યું હતું.