Published By:-Bhavika Sasiya
સ્પોટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત 62 મો સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચ અંકલેશ્વર માર્ગ પર આવેલ આર.એમ.પી.એસ. શાળામાં કરવામાં આવ્યું હતું.રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના નિયમો દ્વારા સ્કૂલ લેવલે ફૂટબોલ હરીફાઈનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટના ડિસ્ટ્રીક ડેવલોપમેન્ટ્સ સ્પોર્ટ્સ ઓફિસર રાજન ગોહિલ, ભરૂચ ડીસ્ટ્રીક ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેન પટેલ,ઉપપ્રમુખ CA મહાવીર જૈન,સેક્રેટરી હિરેન રાઠોડ તથા અન્ય કમિટી મેમ્બર સાથે શાળાના પ્રિન્સિપાલ મેલરોય મેકડોનાલ્ડ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અંડર 14 ભાઈઓ અને અંડર 17 ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં કુલ 21 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓએ ખેલદીલી પૂર્વક પોતાની ભાગીદારી નોંધાવી સુંદર દેખાવ કર્યો હતો.જેમાં પબ્લિક સ્કૂલ ખરોડ, તપોવન સંસ્કાર સ્કૂલની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સ્પર્ધાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓમાં શારીરિક ક્ષમતા કેળવાય, ખેલદીલીની ભાવના વિકસે, એકબીજાનો પરિચય કેળવી એકબીજાને પૂરક બનવાના પ્રયત્ન કરે.




