Published by : Rana Kajal
રાજ્યમાંથી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવવા અંગે 98501ફોર્મ આવેલ છે આ ફોર્મ પૈકી 65025 ફોર્મ યોગ્ય જણાતા તેને માન્ય ગણવામાં આવ્યા છે. જ્યારે 14483જેટલા ફોર્મમાં કેટલીક ત્રુટી જણાતા આ ત્રુટી દુર કરવા ત્રણ દિવસની મુદ્દત આપવામા આવી છે…તા. 27 એપ્રિલ સુધીમા RTE ના વેબપોર્ટલ જઇ એપ્લિકેશન નંબર અને જન્મતારીખ નાખી અપલોડ કરી શકાશે એમ તંત્ર દ્વારા જણાવાયું છે અત્રે નોંધવું રહ્યું કે ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે કુલ 83326 બેઠક માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી ગત તા.10 એપ્રિલથી શરૂ કરવામા આવી હતી.આ વખતે અરજીમાં ઈન્કમટેકસ ના રિટર્નની જોગવાઈ હોવાના કારણે અરજીનું પ્રમાણ ઘટ્યું હોવાનુ માનવામાં આવી રહ્યું છે.