Published by : Vanshika Gor
- NPCIL-કાકરાપાર અણુવિદ્યુત મથક અને SoUADTGA વચ્ચે થયો સમજુતી કરાર
- કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા નાગરિકો અને પ્રવાસીઓના લાભાર્થે CSR ફંડમાંથી 1 કરોડના ખર્ચે ICU ON Wheels ઊપલબ્ધ કરાવશે
- સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક વર્ષમાં જ 27 લાખ પ્રવાસીઓએ લીધેલી મુલાકાત, ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ : PM મોદી
- એકતાનગર ખાતે 100 બેડની અત્યાધુનિક ટ્રોમા હોસ્પિટલના નિર્માણની કામગીરી ટુંક સમયમા શરૂ
બે દિવસ પેહલા જ ભારતની પ્રવાસન ક્ષમતાને વેગ આપવા પર પોસ્ટ-બજેટ વેબિનારમાં PM નરેન્દ્ર મોદીએ ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ SOU હોવાનું કહ્યું હતું. ભારતના ઘણા સ્થળો એવા છે જ્યાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિવિલ સવલતો, રેલ રોડ સાથે ડિજિટલ કનેક્ટિવિટી, હોટલ્સ, હોસ્પિટલથી પ્રવાસન ઉધોગ અને રોજગારી નવા આયમ સર કરી શકે છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU તેનું જીવંત ઉદાહરણ હોવાનું PM નરેન્દ્ર મોદીએ ગણાવ્યું હતું. જ્યાં પેહલા જ વર્ષમાં 27 લાખ પ્રવાસી ઉમટી પડ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીકલ્પનાથી એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ આ વિસ્તારના સંક્લિત વિકાસની નેમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળની રચના કરવામાં આવી છે.જેમાં આયોજનબદ્ધ રીતે સમગ્ર વિસ્તારનો વિકાસ આગળ વધી રહ્યો છે. NPCIL-કાકરાપાર અણુવિદ્યુત મથક અને SoUADTGA વચ્ચે થયેલ સમજુતી કરાર પ્રમાણે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા SoUADTGA વિસ્તારના નાગરિકો અને પ્રવાસીઓના લાભાર્થે CSR ફંડમાંથી 1 કરોડના ખર્ચે આઇસીયુ સુવિધાવાળી 2 એમ્બ્યુલન્સ ICU ON Wheels ઊપલબ્ધ કરાવાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને NPCIL-કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેકટર સુનિલ કુમાર રોયની ઉપસ્થિતીમાં અધિક કલેકટર ધવલ જાની અને NPCIL-કાકરાપાર અણુવિદ્યુત મથક CSR કમિટી ચેરમેન બી.શ્રીધરે SoU વિસ્તારના નાગરિકો અને પ્રવાસીઓના લાભાર્થે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા CSR ફંડમાંથી 1 કરોડના ખર્ચે આઇસીયુ સુવિધાવાળી 2 એમ્બ્યુલન્સ ઊપલબ્ધ કરાવવવા માટે સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
SoUADTGAના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યુ હતુ કે, આ સમજુતી કરાર બાદ જીવનરક્ષક સુવિધાયુક્ત 2 એમ્બ્યુલન્સ (ICU ON Wheels) ઉપલબ્ધ થયેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ વિસ્તારમાં સમાવિસ્ટ ગામોના રહેવાસીઓ તેમજ અહીં આવતા પ્રવાસીઓના લાભાર્થે અને આકસ્મિક સેવા સહિતની આરોગ્ય સેવાઓ વધુ શ્રુદઢ બનશે.
રાજય સરકાર દ્વારા એકતાનગર ખાતે 100 બેડની અત્યાધુનિક ટ્રોમા હોસ્પિટલના નિર્માણની કામગીરી ટુંક સમયમા શરૂ થનાર છે અને હાલમાં પણ સ્વાગત સ્થળ ખાતે 24 X 7 ધોરણે સુવિધાસજ્જ 10 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.