Published By : Patel Shital
- પગપાળા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ યોજાશે સ્નેહમિલન…
2 વર્ષ પેહલા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 12 માર્ચ 2021 એ ગાંધીનગરથી નીકળેલા 81 દાંડિયાત્રીઓનું સ્નેહમિલન SOU એકતા નગર ખાતે 2 એપ્રિલે યોજાશે.
સૌ દાંડીયાત્રીઓ પદયાત્રા કરીને પહોંચશે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે 12 મી માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના ઉદઘાટનના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધી 385 કિમી 81 દાંડી માર્ચને લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સૌ દાંડીયાત્રીઓ એકબીજા સાથે મુલાકાત કરી શકે તેવા ઉમદા આશય સાથે એકતા નગર-કેવડીયા ખાતે 2 એપ્રિલ રવિવારના રોજ ગુજરાતના તમામ જિલ્લામાંથી ભાગ લેનાર દાંડીયાત્રીઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌ દાંડીયાત્રીઓ વિશ્વની સૌથી ઊંચી ગૌરવરૂપી પ્રતિમા “સરદાર પટેલ” સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે પદયાત્રા કરી પહોંચવાના છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સૌ પ્રથમ દાંડીયાત્રા 12 મી માર્ચ, 1930ના રોજ 81 દાંડીયાત્રીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કરવા સાબરમતીથી દાંડી સુધી દાંડીયાત્રા કરી હતી. ત્યારબાદ તેઓ 1 વર્ષ બાદ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ફરી એક વખત એ જ માર્ગ પર 25 દિવસની 385 કિમીની દાંડીયાત્રા કરવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લાના બે દાંડીયાત્રીઓની પસંદગી થઈ હતી. જે દાંડીયાત્રી તરીકે ખૂબ જ ગર્વની વાત છે.