Published by : Rana Kajal
- પોતાના વર્તનથી જંગલ સફારી પરીવાર અને પ્રવાસીઓના વ્હાલા બનેલા નર ગેંડાના જન્મદિને સ્ટાફ દ્વારા વિશેષ કેક બનાવાઇ…
ગુજરાતી માં કહેવત છે કે, જંગલમાં મંગલ, અને માનવ હોય કે પ્રાણીના ખોરડે જન્મદિવસ આનંદનો પ્રસંગ ગણાય છે.એકતાનગરના ખાસ આકર્ષણોમાં સમાવેશ થાય છે તેવી જંગલ સફારીના પ્રવાસીઓ અને સ્ટાફના વ્હાલા મંગલે (નર ગેંડા) જીવનના 17 વર્ષ પૂર્ણ કરતા જંગલ સફારી પરીવારે આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ મંગલને અન અનુરૂપ શાકભાજી અને ઘાસથી એક વિશાળ કેક બનાવી હતી અને જન્મદિવસની ઉજવણી કરી હતી.
એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં આજે મંગળ ગાન અને જન્મદિનના વધામણાં ના હરખનું વાતાવરણ હતુ.અને કેમના હોય! જંગલ સફારીના નર ગેંડા “મંગલ”નો જન્મદિન હતો. સફારીના સમગ્ર કર્મયોગીઓએ ભેગા થઇને મંગલના જન્મદિનને યાદગાર બનાવવા માટે ઘાસ અને ખાસ શાકભાજીનો ઉપયોગ કરીને મંગલ ને લાયક અને તેની તંદુરસ્તી જળવાય તેવી કેક બનાવી હતી અને હેપ્પી બર્થ ડે ટુ ડીયર મંગલ ના ગીત સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.