ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં ધોરણ 10નું પરિણામ 24.72 ટકા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 158686 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 140509 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 34738 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે 24.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 26.25 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 23.72 ટકા આવ્યું છે.દિવ્યાંગ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિગ ધોરણે પાસ કરવામાં આવે છે તેવા 189 વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે.
સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૃથક્ક ઉમેદવારોમાં 2286 પાસ
માર્ચ એપ્રિલ 2022માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા ઉમેદવારો જેઓ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૃથક્ક ઉમેદવારો તરીકે પરીક્ષા આપવા માટે નોંધાયા હતાં. તેવા 3367 ઉમેદવારો પૈકી 3191 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાંથી પાસ થનારા ઉમેદવારોની સંખ્યા 2286 છે.