Home Top News Sport T20 વર્લ્ડ કપમાં ભારતે જીત સાથે શરૂઆત કરી, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

T20 વર્લ્ડ કપમાં ભારતે જીત સાથે શરૂઆત કરી, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

0

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલો 8મો ICC મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. ટી20માં ભારત સામે પાકિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર હતો.બિસ્માહ મારૂફે 55 બોલમાં અણનમ 68 અને આયેશા નસીમે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. ભારતે હરીફ ટીમ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. ટીમની સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સે શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. બીજી તરફ રિચા ઘોષે 31 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેન વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશિપ જોવા મળી છે.

જેમિમાને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવી હતી. ભારતીય ટીમે હવે આગામી મેચ 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની છે. ગ્રુપ-બીમાં આ જીત સાથે ટીમ ઈન્ડિયા બે પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ બે પોઈન્ટ અને સારા રન રેટ સાથે ટોપ પર છે. જ્યારે પાકિસ્તાન ચોથા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ 15 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે ટકરાશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version