Published by : Rana Kajal
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ 30 ઓક્ટોબરે સાંજે 4.30 કલાકે શરૂ થશે. આ મેચ પર્થ સ્ટેડિયમમાં રમાવાની છે.T20 વર્લ્ડ કપ 2022માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની પોતાની બંને મેચો જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. સેમિફાઈનલની ટિકીટ મેળવવા માટે આજની મેચ મહત્વની છે.
ટી20 વર્લ્ડ કપમાં વરસાદના કારણે ઘણી મેચો રદ્દ કરવામાં આવી છે. તે જ સમયે, આ રદ થયેલી મેચોને કારણે ઘણી ટીમો મુશ્કેલીમાં છે. પર્થમાં આજે દિવસની શરૂઆત તડકા સાથે થઈ હતી. બપોર સુધી વરસાદ પડી શકે તેવી સંભાવના છે.આમ, ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પર્થમાં વરસાદની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે અને 50 ટકા સુધી વરસાદ પડી શકે તેવી સંભાવના છે.