- હર્ષલ, બુમરાહની વાપસી…
- હાર્દિક પંડ્યા પર દારોમદાર… તો ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાને સ્થાન નહિ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન કરી દેવાયું છે. ઓકટોબરમાં યોજાનાર વર્લ્ડકપ માટે ૧૫ ખેલાડીઓનું એલાન કરાયું છે. જ્યારે ૪ ખેલાડીઓને સ્ટેન્ડ બાય રખાયા છે. ખાસ વાત એ છે કે સ્ક્વોડમાં જશપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઇ છે.
ઓસ્ટ્રેલિયામાં ઓકટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે સોમવારે સાંજે BCCI દ્વારા ઇન્ડિયન ટીમનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ ચોંકાવનારા નિર્ણયો નથી લેવાયા. પરંતુ જે ઉમ્મીદ હતી એ જ પ્રકારની સ્ક્વોડનું એલાન કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયાના ફેન્સ માટે ખુશીની વાત એ છે કે ટીમમાં જશપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઇ છે.
T20 વર્લ્ડ કપની ટીમ આ પ્રકારની હશે…
- રોહિત શર્મા(કેપ્ટન)
- કેએલ રાહુલ(વાઈસ કેપ્ટન)
- વિરાટ કોહલી
- સૂર્યકુમાર યાદવ
- દીપક હુડ્ડા
- ઋષભ પંત
- દિનેશ કાર્તિક
- હાર્દિક પંડ્યા
- આર. અશ્વિન
- યુજવેન્દ્ર ચહલ
- અક્ષર પટેલ
- જશપ્રીત બુમરાહ
- ભુવનેશ્વર કુમાર
- હર્ષલ પટેલ
- અર્શદીપ સિંહ
સ્ટેન્ડ બાય ખિલાડી :
- મહમદ સામી
- શ્રેયસ ઐયયર
- રવિ બિશ્નોઈ
- દિપક ચહર.