T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
2009ની ચેમ્પિયન પાકિસ્તાને સુપર 12 મેચના છેલ્લા દિવસે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આમાં તેના નસીબનો પણ મોટો રોલ હતો, કારણ કે નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. જો કે હવે સેમીફાઈનલમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ ન્યુઝીલેન્ડ સામે છે. આંકડાની વાત કરીએ તો પાકિસ્તાનનો હાથ ઉપર છે, પરંતુ કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડની ટીમ પણ ફોર્મમાં છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 28 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી પાકિસ્તાને 17 અને ન્યૂઝીલેન્ડે 11માં જીત મેળવી હતી.