ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની
આરોગ્ય શાખાની નિષ્ક્રિયતા વચ્ચે કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે પિત્ઝા ખાવાનું બે મિત્રને ભારે પડી ગયું છે. બિનઆરોગ્યપ્રદ જીવાતવાળા પિત્ઝા ખાધા પછી અચાનક એક યુવાનની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે. ત્યારે પિત્ઝામાં જીવાત-કીડા હોવાની ફરિયાદ કરતાં મેનેજર લાજવાને બદલે ગાજ્યો હોવાના પણ આક્ષેપ યુવાનો દ્વારા કરવામાં આવ્યા છે.