Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlogThe Vaccine War : यह युद्ध सिर्फ सायंस से ही जित शकेंगे…

The Vaccine War : यह युद्ध सिर्फ सायंस से ही जित शकेंगे…

બીજી મા : સિનેમા
ઋષિ દવે

Published By : Parul Patel

સત્ય ઘટના પર આધારિત મેડીકલ થ્રિલર ફિલ્મ જોવી જ પડે. ઇન્ટરનૅશનલ ફાર્મા ગેન્ગટર્સ ધારે તે દેશમાં રોગચાળો ફેલાવી શકે છે. આવા ખોફનાક ષડયંત્રને ભારતના સક્ષમ, કમિટેડ વૈજ્ઞાનિકો કેવી રીતે ખુલ્લા પાડી દે તેનું વાસ્તવિક દર્શન કરાવતી ફિલ્મ “ધ- વેક્સીન વોર”.

“એપ્રિલ 2020” ફિલ્મના પડદે ડિજિટલ દેખાયને ફિલ્મની શરૂઆત થાય. દિગ્દર્શક અને સ્ટોરી રાઇટર વિવેક રંજન અગ્નિહોત્રી વેક્સીન વિષેનો તલસ્પર્શી અભ્યાસ, ઇન્ટરનેટ પર રજુ થતા વલ્ડ વાઈડ રિપોર્ટ, એનાલિસિસ, મંતવ્યોથી અપ ટુ ડેંટ માહિતી તારીખ અને તવારીખ પ્રમાણે ફિલ્મના અંત સુધી દર્શાવી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે એ સાર્થક કર્યું છે.

નિવેદિતા ભટ્ટાચાર્ય, ગિરિજા ઓક, સપથાન ગોવડે, રાઈમાં સેન, પૂરતી જય અગ્રવાલ, સ્નેહા મિલંદ, અને પલ્લવી જોષી, આ સાત મહિલા વૈજ્ઞાનિકો ની ટીમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં છે. આ બધાના હેડ ડો. બલરામ ભાર્ગવ (નાના પાટેકર) ડિરેક્ટર છે. પ્રાઈમિનીસ્ટર ઓફિસ તરફથી અનુપમ ખેર રિપ્રેસન્ટ થાય છે. ફિલ્મમાં દર્શકોને હચમચાવી નાંખે એવા દ્રશ્યો થોકબંધ છે.

ડો. નિવેદિતા ગુપ્તા ઘરે આવે છે, તેનો નાનો દીકરો કાગડોળે રાહ જોતો બેઠો હોય છે, તેણે એક કવિતા લખી છે જે તેની મમ્મીને સંભળાવવા માંગે, મમ્મી હા પાડે છે. એ જેવો તૈયાર થાય છે કે તેનો મોબાઈલ રણકે છે. ડો. ભાર્ગવનો અવાજ, “ક્યાં છો ?” “હમણાં જ ઘરે આવી છું,” નિવેદિતા કહે છે.

“કમ ટુ ઓફિસ”, ઈમિજેટલી” કહી ડો. ભાર્ગવ ફોન કાપે છે. તેને મમ્મી કહે છે, હું ઓફિસથી જલ્દી પાછી આવીને તારી પોયમ સાંભળીશ. પુત્ર મમ્મીને બાઝી પડે છે. એને વળગીને રીતસરની એને પગે પડીને મમ્મીને જવા નથી દેતો, ત્યારે એના પિતા પુત્રને મહાપરાણે સમજાવે છે, મમ્મી રીતસરની પુત્રને હડસેલીને ઓફિસ જાય છે. પિતા કહે છે મને તો સંભળાવ કવિતા, કવિતાની પહેલી પંક્તિ છે.

ચારો ઔર તાલા હે, આકાશ કા રંગ કાલા હે…પુત્ર પપ્પાના હાથમાંથી કાગળ ખેંચી ફાડી નાખે છે.
‘ધ વેક્સીન વોરની’ ની કલાકાર અને નિર્માતા પલ્લવી જોષી છે. સમય આ ફિલ્મનું અદ્રશ્ય પાત્ર છે. મહિનાઓનું મનાતું કામ દિવસોમાં કે કલાકોમાં કરવાનું આવે ત્યારે એ કામ, ટાસ્ક, ચેલેન્જ કેવી માનસિક તાણ અનુભવે એનું આબેહૂબ દ્રશ્યાંકન ‘ધ વેક્સીન વોર’ માં દર્શાવાયું છે.

સ્મરણપટ પર અંકિત થઇ ગયેલા કેટલાક સંવાદો :

  • હમારે પાસ કોઈ રોકેટ નહિ હે કી જીસ્કી પૂંછમેં આગ લગા દે ઔર કહદે કે વો માર્સ પર જા રહા હૈ
  • આપ હંમેશા પ્રોબ્લેમ ક્યુ બતાતી હો, સોલ્યુશન કબ બતાયેંગી
  • સારી દુનિયા ઇસ વાઇરસ કો મારને પર તુલી હૈ
  • ઔર હમ ઉસે જીવિત કરને પર
  • રાવન કો ખોજનેમેં નહિ, રાવનકો મારને મેં સફલતા હૈ
  • સર, હ્યુમન રિલેશનમેં કચ્ચે હૈ, સોરી, પ્લીઝ કમ બોલતે હૈ,
  • ઈરાનમાં 40,000 ભારતીયો હતા, તેમને ઇન્ડિયા પાછા લાવતા પહેલા કોરોના ટેસ્ટ કરીને પાછા લાવવા માટે ભારતથી ડોક્ટરોની એક ટિમ મોકલવાની હતી. આ ટિમમાં જવા પુરુષ ડોક્ટર તૈયાર ન થયા. એક મહિલા ડોક્ટરે જવાની તૈયારી બતાવી, તે પ્રેગ્નેન્ટ હતી. આ જોઈને બીજી મહિલા ડોક્ટરોએ જવાની હા પાડી અને ટિમ ઈરાન ગઈ અને ત્યાંથી બધા ભારતીયોને ટેસ્ટ પતાવીને પાછા ભારત લાવ્યા. જે દર્શકોને આકર્ષિ ગયું.
  • એક બૅંદર નહિ મીલતા?, હમે જેસે ચાહિયે એસે બૅંદર નહિ મિલતે, જાવ, જંગલમેં જાવ, બંદર પકડને મેં કિતને દિન લગેંગે
  • સર, તીન યા ચાર દિન
  • દો, દેતા હું, કામ શુરુ કર દો.
  • બંદર પકડને ગયે હૈ, યા ડાયનાસોર ?
  • આ શબ્દો પલ્લવી જોષી સાંભળે છે ત્યારે એ જોરથી ચિલ્લાઈને બોલે છે…મેં બન જાઉં બંદર
    આખરે 21 મેં દિવસે બંદરો પકડાય છે.
  • આપકે સાયન્ટિસ્ટ કે પાસ એક લાખ રૂપિયા નહિ હૈ ? પલ્લવી જોષી જવાબ આપે છે, ‘મેરે નહિ, ભારત કે સાયન્ટિસ્ટ.
    ભારતના વૈજ્ઞાનિકોની પાસે પોતાના કેટલા પૈસા, માલ મિલ્કત હોય છે. તેની સામે વેધક પ્રશ્નચિહ્ન છે.
  • વાઇરસ : વુહાનથી કોલકત્તાથી બેંગ્લોરથી કેરાલામાં ઘુસ્યો છે.
  • ડો. બલરામ ભાર્ગવ કહે છે : મેરે પાસ વોટસએપ નહિ હૈ
  • ઘરે પુત્ર ડાયનિંગ ટેબલ પર જમતો હોય છે એને કહે છે : રાઈસ મેં ઘી ડાલો, સાયન્ટિસ્ટ બનના હૈ તો ચમચસે નહિ ઉંગલીસે ખાના ખાઓ. રક્તસંચાર હોગા તો દિમાગ ચલેગા.
  • વાઇરસ લેબમાં ઉછેરી શકાય છે, માઈક્રોસકોપથી એને જોઈને સાયન્ટિસ્ટ કહે છે : વોટ એ બ્યુટીફૂલ વાઇરસ.લાઈક અ ક્રાઉન
  • હમારા એચીવમેન્ટ હૈ વો દુનિયા કે લિયે બેડન્યૂઝ હૈ.
  • ઇન્ડિયા વર્લ્ડકા બડા સ્મશાન ઘાટ બન જાયેગા
  • મુઝે તુરંત ચાહિયે, તુરંત મતલબ, તુરંત
  • ડુ વોટ યુ નો બેસ્ટ
  • અન્ડર પ્રોમિસ, ઓવર ડિલિવર
  • અગર મરના હૈ તો લડ કે મરેંગે
  • આત્મનિર્ભર હો કે મરેંગે
  • હમ સબ સાયન્ટિસ્ટ હૈ, આજ કે બાદ અર્જુન કી તરહ મછલીકી આંખ દેખની હૈ, સિર્ફ મછલીકી આંખ

ભારતમાં ‘ડેઈલી વાયર’ ની ચીફ રિપોર્ટર રોહિણીસિંઘ ધુલીયાએ લાજવાબ ખલનાયિકાનું પાત્ર અદા કર્યું છે. દેખાવે ચબરાક, ટુ ધ પોઇન્ટ, પૈસો એજ પરમેશ્વર, દેશ દાઝની ઐસી તૈસી, ફોરેન ન્યૂઝ એજન્સી સાથે લાખોની ડીલ કરે, ફોટોગ્રાફ્સ, રિપોર્ટટીંગ એવું કરે કે ચારે તરફ ભય, હાહાકાર ફેલાવે, સરકાર ઉથલાવી શકવાનાના પેંતરા રચે. માત્રને માત્ર શબ્દોની જાળ રચીને પરિસ્થિતિને, સરકારને તંત્રને પાંગળું દર્શાવામાં માહિર છે. એને માત્ર આપનાર એક માત ડો. બલરામ ભાર્ગવ એ હંમેશા એમ કહે કે પ્રેસ કોન્ફેરન્સ કરી ખુલાસા, સચ્ચાઈ આપવા નહિ, એ બધા એક્જ ગ્રંથિના બંધાણી, એમાં સમય બરબાદ કરવાને બદલે વૈજ્ઞાનિક છો તો તમારા કામમાં ગળાડૂબ રહો.

એ લખે છે ‘ઇન્ડિયા કાન્ટ ડુ ઈટ?’
અને ડો. ભાર્ગવ કહે છે : ‘ઇન્ડિયા કેન ડુ ઈટ’

બે પ્રકારના માણસ હોય છે

એક : હિમાલય ચઢવો અશક્ય છે એમ માને છે,
બીજો : પહેલે કદમ ઉઠાકર તો દેખો.

ડો. ભાર્ગવ કહે છે, હું બીજા પ્રકારનો માણસ છું.
ડો. ભાર્ગવ એવું માને છે હમે જો કરના હૈ, વહ સંવિધાન કે ડાયરે મેં રહકે કરના હે, જરૂરત પડી તો હમ કોર્ટ મેં જાયેંગે.

ડો. ભાર્ગવને એમની ટીમના સભ્યો કહે છે કે પત્રકાર પરિષદ યોજીને આપણી સામે જે અપ-પ્રચાર જડબાતોડ જવાબ આપવો જોઈએ. ડો. ભાર્ગવ આ વાતને નકારે છે. ફિલ્મના અંતે એ ટીમને કહે છે તમને સહુને એમ લાગે છે કે પ્રેસ કોન્ફેરન્સ બોલાવવી જોઈએ તો બોલાવો, હું નહિ આવું.

પ્રેસ કોન્ફેરન્સ ભરાય છે. ચારે તરફથી પત્રકારોના પ્રશ્નોની ઝડી વરશે છે. ટીમના સભ્યો વારાફરતી જવાબ આપે છે. પણ એકમાંથી અનેક પ્રશ્નો સર્જાતા ટીમના સભ્યો ગુંચવાઈ છે. ત્યારે ડો. ભાર્ગવની એન્ટ્રી પડે છે. એ પ્રત્રકારોના સવાલના જવાબ આપે છે. બલ્કે ડેઇલી વાયર ન્યૂઝ ચેનલ સામે માનહાની કેશ દાખલ થયો છે, એના પેપર્સ રજુ કરે છે. પત્રકાર કોને કહેવાય ? જે સમાજની આરસી છે. દેશનું ગૌરવ વધારવા માટે નો ચોથો સ્તંભ છે નહિ કે કલમ દ્વારા આતંક ફેલાવે. તે આતંકવાદી નથી. સૈનિક સરહદ પર લડે છે, પત્રકાર સમાજમાં રહીને સત્યને ઉજાગર કરે છે.

આ સાંભળી પ્રેસ કોન્ફેરન્સમાં હાજર રહેલા સહુ ઉભા થઈ કરતલધ્વનિ કરી સાયન્ટિસ્ટોની ટિમ અને ડો. બલરામ ભાર્ગવને વધાવી લે છે.

આપના અગત્યના કામને થોડા પાછા ઠેલી ‘ધ વેક્સીન વોર’ જોશો તો જે કામ આઘું પાછું કરેલું, તે બમણા વેગથી પૂરું કરવાની શક્તિનો સંચાર થશે એની ગેરેન્ટી મારા તરફથી. જય વિજ્ઞાન.

RELATED ARTICLES

1 COMMENT

  1. ખુબ જ સરસ રીતે ચિત્રણ કર્યું છે, લેખ વાંચી ને એવું લાગે કે અત્યારે જ ટોકીઝ પર દોડી જઇ એ. અનેક વૈજ્ઞાનિક ની સાધના ને શબ્દ દેહ સ્વરૂપે રજૂ કરેલ છે. 🙏👍👌👏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!