Published By:-Bhavika Sasiya
- યુકે ના પી એમ સુનકના ઘરને કાળા કપડાથી ઢાંકવામાં આવ્યું જૉકે આ અંગે 4 વ્યક્તિઓની અટક કરવામા આવી હતી..
યુ કે ના પી એમ સુનક કેલિફોર્નિયામાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યા છે તેવા સમયે પીએમ સુનક અને તેમનો પરિવાર ઘરે ન હતા ત્યારે એક ઘટના બની હતી.
ઉત્તર ઈંગ્લેન્ડમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકના ઘરને કાળા કપડાથી ઢાંકવા બદલ ચાર ગ્રીનપીસ ક્લાઈમેટ વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર સમુદ્રના તેલ અને ગેસ ડ્રિલિંગના વિસ્તરણ માટે સુનકના તાજેતરના સમર્થનના વિરોધમાં વિરોધીઓએ આ પગલું લીધું હતું. ગ્રીનપીસ કાર્યકર્તાઓ ઉત્તર યોર્કશાયરના રિચમન્ડમાં સુનકના ઘરની છત પર ચઢી ગયા અને તેમને કાળા કપડાથી ઢાંકી દીધુ હતુ પોલીસે ગુરુવારે બપોરે ધરપકડની પુષ્ટિ કરી હતી, જ્યારે ચાર વિરોધીઓ આખરે લગભગ ત્રણ કલાક પછી ટેરેસ પરથી નીચે આવ્યા હતા અને તેમને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા હતા.