Published by : Rana Kajal
તાજેતરમા અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પ્રચાર વચ્ચે અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોનીના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ઘરે હુમલો કરાયો હતો. તેમના પતિ પોલ પેલોસી પર હથોડા વડે હુમલો કરાયો હતો જેના લીધે તેમને માથામાં ગંભીર ઈજા થઇ હતી. હુમલાખોર નેન્સીને મારવા આવ્યો હતો પણ તે ઘરે નહોતા. અમેરિકામાં રાજકીય હુમલાની સંખ્યા ઝડપથી વધી રહી છે. જે બાબત ચિંતા જનક બાબત કહી શકાય.ડેમોક્રેટિક અને રિપબ્લિકન સાંસદોએ તાજેતરમાં હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. એન્ટિ-ડિફેમેશન લીગ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ગત એક દાયકામાં 450 થી વધુ રાજકીય હત્યાઓ થઈ છે. તેમાંથી 75% એટલે કે 337 હત્યા જમણેરીઓએ કરી હતી, 4% હત્યાઓ ડાબેરીઓ કટ્ટરપંથીઓએ કરી હતી.યુનાઈટેડ સ્ટેટ્સ કેપિટલ પોલીસના આંકડા અનુસાર વર્ષ 2017માં કોંગ્રેસના સભ્યો પર જીવલેણ હુમલાની ધમકીઓના 3,939 કેસ સામે આવ્યા હતા. જે વર્ષ 2021માં આ હુમલાની સંખ્યા આશરે 3 ગણી વધી જતાં 9,625 થઈ ગઈ. વર્ષ 2017 બાદથી દર વર્ષે કોંગ્રેસના સભ્યો વિરુદ્ધ ધમકીઓના કિસ્સા વધી ગયા છે. તેથીજ કોંગ્રેસના સભ્યોની સુરક્ષાના બજેટમાં 8 લાખ રૂપિયા વધ્યા. કોંગ્રેસના સભ્યો પર વધતા હુમલાને જોતા યુએસ પોલીસે જુલાઈમાં જ સુરક્ષા બજેટ વધાર્યું હતું. કોંગ્રેસના દરેક સભ્યની સુરક્ષા પાછળ 8.23 લાખ રૂ. વધારાયા છે. કોંગ્રેસના 435 સભ્યો છે. તે પોતાના ઘરેથી રાજધાની વોશિંગ્ટનમાં રહેવા જાય છે. તેમની સાથે 24 કલાક સુરક્ષા ગાર્ડ્સ તહેનાત રહે છે. વર્ષ ૨૦૨૨માં પણ કોંગ્રેસ સભ્યોને મળેલી જીવલેણ હુમલાની ધમકીઓના કેસમાં વધારો થયો છે. વર્ષ 2022ના પહેલા 3 મહિના એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં યુએસ કેપિટલ પોલીસે આવા 1800થી વધુ કેસ નોંધ્યા છે. નિષ્ણાતો તેનું એક મોટું કારણ આપી રહ્યા છે કે તે માટે જવાબદાર નેતાઓના ભડકાઉ ભાષણોને માની રહ્યા છે.