Home News Update My Gujarat VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તાવાળું ભોજન લેવા મજબૂર….

VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તાવાળું ભોજન લેવા મજબૂર….

0

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી મેસમાં વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યુ છે. જેને કારણે વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તાવાળું ભોજન લેવા મજબૂર થયા છે. તે ઉપરાંત પીરસવામાં આવતી થાળીમાં ઘણી વખત જીવ –જંતુઓ, વાળ અને ઘણી વખત કચરો આવી જાય છે. તેવા વિડીયો પણ સામે આવ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, નાના-ઈયળ અને જીવડાંઓ જોવા મળી રહ્યા છે.

આ બાબતે જયારે વિદ્યાર્થીનીઓ વોર્ડને ફરિયાદ કરે છે ત્યારે રજૂઆત પર ધ્યાન અપાતુ નથી.અને આવા બિનઆરોગ્યપ્રદ ભોજનથી કોઈ વિદ્યાર્થીનીનું સ્વાસ્થ્ય બગડે તો તેની જવાબદારી કોની?  જેને લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલને રજૂઆત કરી હતી. જેને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલ ઉપર પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો આ મામલે હજી સુધી યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી હોય તેવું સામે આવ્યું નથી.

(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version