Published by : Rana Kajal
વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર યુઝર એક્સપીરિયન્સને સારો કરવા માટે નવા ફીચર્સ એડ કરવાનું ચાલુ રાખે છે. એપમાં તાજેતરમાં પોલ, ઓનલાઈન સ્ટેટસ હાઈડ, ડીપી હાઈડ, કોમ્યુનિટી સહિત અનેક નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે વોટ્સએપ પસંદગીના એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કરવા જઇ રહ્યું છે.
આ ફીચર વોટ્સએપ સ્ટેટસ એક્સપીરિયન્સને પહેલા કરતા વધુ સારો બનાવી શકે છે. જે યુઝર્સને નવું અપડેટ મળશે તેઓ વોટ્સએપ સ્ટેટસમાં વોઈસ નોટ અપડેટ કરી શકશે. એટલે કે યુઝર્સ વોટ્સએપ સ્ટેટસમાં વીડિયોની જેમ જ ઓડિયો પણ મૂકી શકશે.જ્યારે તમે WhatsApp પર સ્ટેટસ અપડેટ કરશો, ત્યારે તમને વોઈસ નોટનો વિકલ્પ પણ મળશે. યુઝર્સ ફોટો, ટેક્સ્ટ, વીડિયો જેવા નવા વિકલ્પનો ઉપયોગ કરી શકશે.WABetaInfo એ આ ફીચર શોધી કાઢ્યું છે. રિપોર્ટ અનુસાર યુઝર્સને આ ફીચર બીટા વર્ઝન 2.23.2.8 પર મળી રહ્યું છે. યુઝર્સને આ વિકલ્પ ફક્ત ટેક્સ્ટ સ્ટેટસ સેક્શનમાં જ મળશે. તમે તેના પર માત્ર 30 સેકન્ડ સુધી વૉઇસ નોટ મૂકી શકો છો. સ્ટેટસ મુકતી વખતે કોઈપણ રેકોર્ડિંગ પોસ્ટ કરતા પહેલા તમને ડિસ્કોર્ડનો વિકલ્પ પણ મળશે. વોટ્સએપના અન્ય ફીચર્સની જેમ વોઈસ નોટનું આ ફીચર પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે.