Published by : Rana Kajal
WHO વર્લ્ડ હેલ્થ ઓર્જનાઈઝેશનના અધિકારીએ ભારતની ભરપુર પ્રશંસા કરી હતી. આ અધિકારીએ એમ જણાવ્યું હતુંં. ભારત પાસે વિવિઘ રોગોની સારવાર માટે દવાઓનું ઉત્પાદન કરવા માટે તેમજ રસી શોધવા માટે યોગ્ય અને મજબુત માળખા ગત સુવિધાઓ ઉપલબ્ધ છે… જીનેવામાં WHO હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઈકલ રયાને ભારતની આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરવાની ક્ષમતાને બિરદાવી હતી ખાસ કરીને કોરોના મહામારીમાં ભારતે રસી વિકસાવી તેની આરોગ્ય ક્ષેત્રની શકિતનો વિશ્વને પરિચય આપી દીધો છે. ભારત મજબૂત માળખાગત સુવિધા આરોગ્ય ક્ષેત્રે ધરાવે છે એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.