વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બે ભારતીય કફ સિરપના ઉપયોગ સામે ચેતવણી આપી છે. WHO એ કહ્યુ છે કે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવેલ બે કફ સિરપનો ઉપયોગ ઉઝબેકિસ્તાનના બાળકો માટે ન કરવો જોઈએ. WHO એ તેની સત્તાવાર વેબસાઇટ પર મેરિયન બાયોટેકકેર દ્વારા ઉત્પાદિત તબીબી ઉત્પાદન વિશે ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે “સબસ્ટાન્ડર્ડ ઉત્પાદનો અસુરક્ષિત છે અને તેનો ઉપયોગ, ખાસ કરીને બાળકોમાં, ગંભીર નુકસાન અથવા મૃત્યુનું કારણ બની શકે છે.”
બે પ્રોડક્ટ્સ એમ્બ્રોનોલ સીરપ અને ડીઓકે-1 મેક્સ સીરપ છે. બંને ઉત્પાદનોના ઘોષિત ઉત્પાદક મેરિયન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ,ઉત્તર પ્રદેશ છે. આજ સુધી, ઉક્ત ઉત્પાદકે ડબ્લ્યુએચઓએ આ ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તા અંગે કોઈ બાંયધરી આપી નથી.” WHO મુજબ, ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના આરોગ્ય મંત્રાલયની રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કફ સિરપના નમૂનાઓના પ્રયોગશાળા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બંને ઉત્પાદનોમાં દૂષક તરીકે ડાયેથિલિન ગ્લાયકોલ/ઇથિલિન ગ્લાયકોલની અસ્વીકાર્ય માત્રા છે.