Published by : Rana Kajal
- મહિલા આઈપીએલની હરાજીમાં કેપ્ડ ખેલાડીઓની બેઝ પ્રાઈસને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવશે…
આ વર્ષે તમામ દ્વિપક્ષીય શ્રેણી અને ICC ટૂર્નામેન્ટો ઉપરાંત, પ્રથમ વખત મહિલા આઈપીએલ પણ યોજાવાની છે. નવા વર્ષની શરૂઆત સાથે તેના દિવસો પણ ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. BCCI દ્વારા ખેલાડીઓને મોકલવામાં આવેલા દસ્તાવેજો અનુસાર મહિલા IPLની પ્રથમ સીઝન માટે ટીમની પસંદગી ખેલાડીઓની હરાજી દ્વારા કરવામાં આવશે. આ મહિલા આઈપીએલને લઈને પણ કોઈ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.
એક રીપોર્ટ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં મહિલા IPL માટે હરાજી થશે. ભારતીય ખેલાડીઓને મોકલવામાં આવેલા દસ્તાવેજોમાં BCCIએ કેપ્ડ અને અનકેપ્ડ બંને ક્રિકેટરોને પ્લેયર ઓક્શન રજિસ્ટરમાં દાખલ થવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું છે, જેના માટે 26 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ યોજાનાર ટુર્નામેન્ટ માટે 6 ફેબ્રુઆરીએ ઓક્શન થઈ શકે છે