Home News Update Women’s IPL Auction 2023 : સ્મૃતિ મંધાના વુમન્સ પ્રીમિયર લીગની સૌથી પહેલી...

Women’s IPL Auction 2023 : સ્મૃતિ મંધાના વુમન્સ પ્રીમિયર લીગની સૌથી પહેલી કરોડપતિ ક્રિકેટર મહિલા…

0

Published by : Rana Kajal

વુમન્સ પ્રીમિયર લીગનુ ઓક્શન મુંબઈમાં શરુ થઈ ચુક્યુ છે. સ્મૃતિ મંધાના પર ઓક્શનમાં અપેક્ષા મુજબ જ ધન વર્ષા થવા લાગી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મંધાનાને 3.40 કરોડ રુપિયામાં પોતાની સાથે જોડી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર વચ્ચે ખૂબ સ્પર્ધા ચાલી હતી. બેંગ્લોરે ઉંચી બોલી લગાવી મંધાનેને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યુ હતુ. આપનર બેટર સ્મૃતિ મંધાના ભારતીય ટીમની વાઈસ કેપ્ટનની ભૂમિકામાં છે. તેને આરસીબી પોતાની ટીમનુ સુકાન સોંપી શકે છે. મંધાના માટે પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ કે, તેની પર ધનવર્ષા થઈ શકે છે. બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા તેણે રાખી હતી. અને તેના કરતા તેને સાતેક ગણી રકમ ઓક્શનમાં મળી છે. મંધાના માટે આ ગર્વની વાત હશે કે, તેને પ્રથમ સિઝનમાં જ ખૂબ જ ઉંચી રકમ લીગ ક્રિકેટમાં રમવા માટે મળી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version