Published by : Rana Kajal
આજથી ફરી એકવાર ક્રિકેટનો રોમાંચ શરૂ થઇ રહ્યો છે. ભારતીય ટીમ આજે પોતાના પરમપરાગત કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે ટક્કર લેવા માટે મેદાનમાં ઉતરશે. આજે બન્ને ટીમો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023 ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમશે, આજની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ૬.૩૦ વાગ્યાથી પ્રારંભ થશે. આ મેચમાં ભારતીય ટીમનું પલડુ પહેલાથી ભારે લાગી રહ્યું છે. જોકે, ભારતને સ્મૃતિ મંધાનાના રૂપમાં એક ફટકો લાગ્યો છે. આજે કેપ્ટન હરમનપ્રીત કૌર ફરી એકવાર દેશને વધુ એક વર્લ્ડકપ અપાવવા માટે જીતનો પ્રયાસ કરશે.
આજથી ભારતીય મહિલા ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપની શરૂઆત કરી રહી છે. આ પહેલા બન્ને વચ્ચે મેચોની હાર જીતની વાત કરીએ તો બન્ને ટીમો કુલ 13 વાર ટી20 મેચોમાં આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ભારતીય ટીમનું પલડુ ભારે રહ્યુ છે. ભારતે 10 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 3 મેચોમાં જ નસીબ થઇ છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ગૃપ બીમાં છે. આ ગૃપમાં ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.