Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateWomen's U19 T20 WC 2023 : ન્યુઝીલેન્ડને 8 વિકેટથી ચટાવી ધૂળ ભારત...

Women’s U19 T20 WC 2023 : ન્યુઝીલેન્ડને 8 વિકેટથી ચટાવી ધૂળ ભારત ફાઈનલમાં પ્રવેશ્યું…29 જાન્યુઆરી રમશે ફાઇનલ

Published by : Rana Kajal

ભારતીય ક્રિકેટ ટીમે અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની અંડર-19 મહિલા ટીમે 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી શ્વેતા સેહરવતે તોફાની બેટિંગ કરી હતી. તેણે 10 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ Dમાં છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સેમિફાઇનલમાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 8 વિકેટે જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ 29 જાન્યુઆરીએ ફાઇનલ મેચ રમશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!