Published by : Rana Kajal
શેફાલી વર્માની કેપ્ટનશીપ હેઠળની અંડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ટીમ ઈન્ડિયાએ સુપર સિક્સમાં કરો યા મરો મેચ જીતીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આ પહેલા ભારતીય ટીમ સુપર સિક્સની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. હવે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 27 જાન્યુઆરીએ રમાશે. આ સેમીફાઇનલ મેચમાં જોરદાર સ્પર્ધા થવાની સંભાવના છે.
અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ 2023માં પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. ભારતની ટીમ ગ્રુપ-ડીમાં હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત અને સ્કોટલેન્ડને હરાવ્યું હતું. આ પછી ભારતને સુપર સિક્સની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને જોરદાર વાપસી કરી અને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.