Published by : Vanshika Gor
દેશની પ્રથમ વુમન IPL 4 માર્ચથી શરુ થવા જઇ રહી છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેવામાં જય શાહે WPLનું મેસ્કોટ લોન્ચ કર્યું છે જેને શક્તિ નામ અપાયું છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે. તેમાં નારી શક્તિ જોવા મળી રહી છે.
જય શાહની ટ્વીટ
જય શાહે ટ્વીટમાં કહ્યું કે, “ઝડપી, ઉગ્ર અને અગ્નિથી ભરપૂર! તે મેદાન પર ધૂમ મચાવવા તૈયાર છે અને આ તો માત્ર શરૂઆત છે. અહીં હું તમારી સમક્ષ રજૂ કરું છું કે, #TATAWPLના મૂર્ત સ્વરૂપનો પરિચય મેસ્કોટ Shakti!”
WPL માટે આ પાંચ ટીમ છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)
ગુજરાત જાયન્ટ્સ (GGT)
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
દિલ્હી કેપિટલ્સ (DC)
યુપી વોરિયર્સ (UPW)