Home Entertainment YouTube એ વિશ્વનું સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ…23મી એપ્રિલે 2005માં યુટ્યુબ પર...

YouTube એ વિશ્વનું સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ…23મી એપ્રિલે 2005માં યુટ્યુબ પર પહેલો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો…આજે દુનિયાભરમાં 229 કરોડ યુઝર્સ…

0

Published By : Parul Patel

YouTube એ વિશ્વનું સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. 23મી એપ્રિલે 2005માં યુટ્યુબ પર પહેલો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. 14 ફેબ્રુઆરી, 2005 ના રોજ અમેરિકન ઈ-કોમર્સ કંપની PayPal ના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓ સ્ટીવ ચેન, ચાડ હર્લી અને જાવેદ કરીમ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યું હતું. ત્રણેયએ ઓનલાઈન ડેટિંગ સર્વિસ શરૂ કરવાની યોજના બનાવી હતી. ડોમેન Youtube.com 2005માં 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડેના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની પ્રથમ ઓફિસ ગેરેજમાં બનાવવામાં આવી હતી.

‘મી એટ ધ ઝૂ’ જાવેદ કરીમ નો પ્રથમ વિડીયો

પહેલો આઈડિયા ખરાબ રીતે નિષ્ફળ થયા પછી લોકો નો રિસ્પોન્સના મળતા ત્રીજા મિત્ર, જાવેદ કરીમ એ પ્રથમ વિડીયો અપલોડ કર્યો. આ વીડિયોનું ટાઇટલ ‘મી એટ ધ ઝૂ’ હતું. 19 સેકન્ડના આ વીડિયોમાં જાવેદ કરીમ પોતે સાન ડિએગો ઝૂમાં હાથીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી તેમાં વીડિયો અપલોડ થવા લાગ્યા. આજે વિશ્વભરમાં 229 કરોડ લોકો YouTubeનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે અમેરિકાના આ પ્લેટફોર્મમાં ભારતમાં અમેરિકા કરતાં વધુ યુઝર્સ છે.

સપ્ટેમ્બર 2005 સુધીમાં યુટ્યુબના પ્રથમ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. આજે તે વીડિયો 26 કરોડ વ્યૂઝ અને 1.3 કરોડ લાઈક્સ છે. જાવેદ કરીમ એક અમેરિકન સોફ્ટવેર એન્જિનિયર અને બાંગ્લાદેશી અને જર્મન મૂળના ઈન્ટરનેટ ઉદ્યોગસાહસિક છે. તે YouTube ના સહ-સ્થાપક છે અને સાઇટ પર વિડિઓ અપલોડ કરનાર પ્રથમ વ્યક્તિ છે. જાવેદે ટ્રાયલ માટે ચેનલ બનાવી હતી. જેમાં 18 વર્ષમાં અપલોડ કરવામાં આવેલ ‘મી એટ ધ ઝૂ’ એકમાત્ર વીડિયો છે. ત્યાં જ યુટ્યુબ ડેટિંગ સાઇટથી વીડિયો પ્લેટફોર્મ પર ફેરવાયું.

પ્રારંભિક વૃદ્ધિ જોઈને, Paypalના CFO Roelof Botha એ પણ તેમાં રોકાણ કર્યું અને YouTubeના સતત રોકાણકારો વધ્યા. 2005 સુધીમાં, દરરોજ 30 હજારથી વધુ વપરાશકર્તાઓ Youtube.com પર આવવા લાગ્યા, 6 મહિનામાં આ સંખ્યા 2 મિલિયન વપરાશકર્તાઓ પર પહોંચી ગઈ. 2006માં YouTube સૌથી ઝડપી વિકસતી સાઇટ હતી.

ઑગસ્ટ 2006 થી, ઘણી ચેનલો અને કંપનીઓએ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સાઇટના વીડિયોમાં જાહેરાતો મૂકીને પ્રચાર કરવાનું શરૂ કર્યું. આ સ્થિતિમાં યુટ્યુબના પૂર્વ સીઈઓ ચેડ હર્લીએ એડ સિસ્ટમની ટીકા કરતા કહ્યું કે આ ફીચર યુઝર ફ્રેન્ડલી નથી. આ હોવા છતાં, કમાણી માટે ઓગસ્ટ 2007 થી વીડિયો વચ્ચે જાહેરાતો બતાવવામાં આવી હતી. યુટ્યુબમાં 7 અબજ એટલે કે 700 કરોડ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. YouTube વીડિયોની સરેરાશ લંબાઈ 4 મિનિટ 20 સેકન્ડ છે. જો યુટ્યુબ વીડિયો સતત જોવામાં આવે તો તમામ વીડિયો જોવામાં 57000 વર્ષ લાગી શકે છે.

‘બેબી શાર્ક સોંગ’ યુટ્યુબનું પહેલું ગીત

‘બેબી શાર્ક સોંગ’ યુટ્યુબનું પહેલું ગીત છે જેને અત્યાર સુધીમાં 12 બિલિયન (120 કરોડ) વ્યૂઝ મળ્યા છે. 2020માં બનેલો આ રેકોર્ડ આજે પણ અડીખમ છે. દક્ષિણ કોરિયન એન્ટરટેઈનમેન્ટ કંપનીની પિંકફોંગ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલ આ બાળકોનું ગીત છે. એક ગરીબ પરિવારે 2009માં ‘ચાર્લી બિટ માય ફિંગર’ વીડિયો અપલોડ કર્યો હતો તે 2009 થી 2011 દરમિયાન સૌથી વધુ જોવામાં આવેલ YouTube વીડિયો હતો. આ વીડિયોમાંથી રોયલ્ટી અને જાહેરાતોએ પરિવારને 2017માં તેમનું ઘર ખરીદવામાં મદદ કરી હતી.

‘ચાર્લી બિટ માય ફિંગર’ YouTube વીડિયો

યુટ્યુબ પર ચીન, ઈરાન, ઉત્તર કોરિયા સહિત 23 દેશોમાં પ્રતિબંધ છે.

YouTube જાહેરાતોથી છૂટકારો મેળવવા માટે 2022 સુધીમાં 20 મિલિયન લોકોએ તેનું એડ ફ્રી પેઇડ સબસ્ક્રિપ્શન લીધું છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના રિપોર્ટ અનુસાર, 2021માં ભારતીય યુટ્યુબર્સે GDPમાં 10,000 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

T-Series YouTube

ભારતની T-Series એ વિશ્વની સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલી YouTube ચેનલ છે. આ ચેનલના 240 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.

નવેમ્બર 2021થી YouTubeએ ડિસલાઇક ગણાતા વીડિયોનું જાહેર પ્રદર્શન બંધ કરી દીધું છે કારણ કે લોકો તેનો ઉપયોગ સાયબર ધમકીઓ માટે કરતા હતા. 2018માં સૌથી વધુ નાપસંદ વીડિયોનો રેકોર્ડ YouTube રીવાઇન્ડ 2018 દ્વારા તોડવામાં આવ્યો હતો, જેને 19 મિલિયન લોકોએ નાપસંદ કર્યો હતો. જો કે, હવે ડિસલિંક્ડ કાઉન્ટિંગ ડિસ્પ્લે બંધ કરી દેવામાં આવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version