- અંકલેશ્વર તાલુકાના ગામોની સીમમાંથી પસાર થતી વનખાડી વારંવાર કેમ દુષિત થઇ રહી હોવાની બુમો
- અવાર નવાર પ્રદુષિત પાણી ભળવાથી જળચરો બની રહ્યા છે ભોગ
- શું જી.પી.સી.બી સેમ્પલ લઇ તપાસ કરશે ખરું તેવા સવાલો ઊભા થયા
અંકલેશ્વર તાલુકાના દઢાલ,જીતાલી અને ઉછાલી ગામની સીમમાંથી અમરાવતી ખાડી પસાર થાય છે જે ખાડીમાં સમયાંતરે કેમિકલ ભળવાથી જળચરોના મોત નીપજતા હોવાના કિસ્સા સામે આવ્યા છે
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-3.54.10-AM-1024x547.jpeg)
અવારનવાર ઉદ્યોગોનું કેમિકલયુક્ત દુષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવાથી તે અંગે અનેકવાર પર્યાવરણ પ્રેમીઓએ અને સ્થાનિકોએ જી.પી.સી.બીમાં રજૂઆત કરી છે પરંતુ તંત્રની ઉદાસીનતાને પગલે જળચરોના મોત નીપજી રહ્યા છે જેને કારણે ગ્રામજનોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે ખાડીના કિનારે પશુ ચરાવવા આવતા પશુ પાલકો પણ પશુઓને ખાડીનું પાણી પીવા દેતા નથી. અગાઉના વર્ષોમાં આ ખાડીનું પાણી પીવામાં પણ ઉપયોગમાં લેવાતું હોવાનું જણાવ્યું હતું પરંતુ હાલ બેજવાબદાર ઉદ્યોગોના પાપે ખાડીના કિનારા પર રહેતા ગ્રામજનો પાણીનો ઉપયોગ કરતા પહેલા ડરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સી પમ્પીંગ સ્ટેશનની સામેથી દુષિત પાણી ઓવરફ્લો થવાથી અમરાવતી ખાડીમાં ભળતું હોવાને પગલે જળચરોના મોત નીપજ્યા હોવાની શક્યતા છે ત્યારે જી.પી.સી.બી દ્વારા યોગ્ય સેમ્પલ લઇ તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.