- હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ
અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક મસમોટું કન્ટેનર એંગલ સાથે ફસાઈ જતા હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર નિલેશ ચોકડી નજીક આજે બપોરના અરસામાં એક મસમોટું કન્ટેનર પસાર થઇ રહ્યું હતું તે એંગલ ખાતે અથડાયું હતું અને ફસાઈ ગયું હતું. જો કે આ ઘટનાના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવ અંગે તંત્રને જાણ થતા તેઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફસાયેલ કંટેનરને બહાર કાઢી ટ્રાફિક પૂર્વવત કરવાની તજવીજ હાથ ધરી હતી.