Published By:-Bhavika Sasiya
- ભરૂચ જીલ્લામાં ઘરફોડ ચોરીના ૭ અને વાહન ચોરીના ત્રણ ગુનામાં સંડોવાયા હોવાનું બહાર આવ્યું
- ભરૂચ જીલ્લા સહીત આંતરરાજ્ય વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ મધ્ય પ્રદેશની કુખ્યાત ઘરફોડ ગેંગના મુખ્ય સુત્રધાર સહીત બે આરોપીની અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સુરત શહેર,ઉમરા,મહિધરપુરા,અડાજણ અને પુણા સહીત 10 જેટલા વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે સુરત એલસીબીએ ઇન્દોર પોલીસની મદદ વડે એરપોર્ટ રોડ ઉપર આવેલ ધર્મરાજ કોલોનીમાં રહેતો હતો. મધ્ય પ્રદેશની કુખ્યાત ઘરફોડ ગેંગના મુખ્ય સુત્રધાર જગદીશ ઉર્ફે કૈલાસ જગ્ગા ઉર્ફે શ્યામ ચૌહાણ તેના સાગરિત સંજય ઉર્ફે હેમંત ઉર્ફે બલ્લુ રમેશ કોલીને ઝડપી પાડી સુરત ખાતે લઇ આવ્યા હતા જે બંને આરોપીઓની પુછપરછ કરતા અંકલેશ્વર શહેર અને બી ડીવીઝનમાં વાહન ચોરીના ૩ અને ઘરફોડ ચોરીના સાત ગુનામાં સંડોવાયેલ હોવાની કબુલાત કરતા એલસીબીએ અંકલેશ્વર બી ડીવીઝનનો સંપર્ક કરતા બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય સુત્રધાર જગદીશ ચૌહાણએ અંકલેશ્વર,ભરૂચ,મધ્ય પ્રદેશ અને સુરત,વલસાડ તેમજ રાજકોટ,સુરેન્દ્રનગર સહીત અલગ અલગ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ૩૫ જેટલા ગુનામાં સંડોવાયેલ છે જયારે સંજય કોલી ભરૂચ-અંકલેશ્વર સહીત ૨૩ ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.