અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજીની પૂજા અર્ચના સાથે આરતી ઉતારી શાળા પરિવારે ધન્યતા અનુભવી હતી અને ગરબાના તાલે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગરબે જુમ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુરવાઈઝર મીતાબેન રિંદાણી ઉપસ્થિત રહ્યા હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-03-at-2.31.22-PM.jpeg)
તો નવરાત્રી મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરની એમ.ટી. એમ. ગર્લ્સ હાઈસ્કૂલમાં આજરોજ મહા આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિતો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ માં અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને ગરબાના તાલે ઝૂમી ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણ અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-03-at-2.31.21-PM.jpeg)
જયારે નવરાત્રી પર્વની આઠમ નિમિત્તે અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર સામ્રાજ્ય સોસાયટી પાસે આવેલ શ્રીજી વિદ્યાલય ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગરબાના તાલે ગરબે જુમ્યા હતા.