Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વરના અલગ અલગ ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહીત ત્રણ...

અંકલેશ્વરના અલગ અલગ ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહીત ત્રણ બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર-૭૭૧માં રહેતો બુટલેગર અક્ષય ઉર્ફે શનિ અજયસિંહ ઠાકુર પોતાના માણસો સાથે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૩૫૭ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક ફોન અને દારૂ મળી કુલ ૪૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો કમલેશ રાજેશ જયસ્વાલને ઝડપી પાડ્યો હતો જયારે બુટલેગર અક્ષય ઉર્ફે શનિ અજયસિંહ ઠાકુરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.જયારે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના સડક ફળિયામાં રહેતો બુટલેગર ઉક્કડ મગન વસાવા પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ મળી કુલ ૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ઉક્કડ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

તો આવી જ રીતે અંકલેશ્વરના માંડવા ગામના વસાવા ફળિયામાં રહેતી લક્ષ્મીબેન પ્રવીણ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૦ નંગ બોટલ મળી ૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security