Published By : Parul Patel
સુરવાડીના પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડન્સીમાં તસ્કરો ત્રાટકયા.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડન્સીમાં ત્રાટકેલ તસ્કરોને શ્વાનોએ ભગાડ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગતરોજ મધરાતે અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જો કે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ શ્વાન ભસતા તસ્કરો ઉભી પૂંછડીએ ભાગ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં ચાર જેટલા તસ્કરો શ્વાન ભસતા ભાગતા નજરે પડ્યા હતા. બનાવ અંગે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.